યોજના ગુજરાત - Gujarat Govt Jobs, GPSC, GSSSB, CCE Exam Papers અને સરકારી ભરતીની સૌથી latest માહિતી

Breaking

શનિવાર, 2 મે, 2026

Gujarat Metro Rail GMRCL Recruitment 2026 | 329 Posts

 નમસ્કાર મિત્રો, યોજના ગુજરાત પર તમારું સ્વાગત છે.

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRCL) લિમિટેડ દ્વારા અમદાવાદ અને સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટના ઓપરેશન અને મેન્ટેનન્સ માટે 'નોન-એક્ઝિક્યુટિવ' પોસ્ટ્સની કરાર આધારિત શાનદાર ભરતી જાહેર કરવામાં આવી છે. ડિપ્લોમા અને ITI પાસ યુવાનો માટે મેટ્રો રેલમાં કારકિર્દી બનાવવાની આ એક ઉત્તમ તક છે.


૧. ભરતીની અગત્યની માહિતી અને તારીખો

        સંસ્થા: ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (GMRCL)
        ભરતીનો પ્રકાર: કોન્ટ્રાક્ટ બેઝ (કરાર આધારિત)
        કુલ જગ્યાઓ: ૩૨૯ જગ્યાઓ
        ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: ૨૯ એપ્રિલ ૨૦૨૬
        અરજી કરવાની છેલ્લી તારીખ: ૨૮ મે ૨૦૨૬
        ફી ભરવાની છેલ્લી તારીખ: ૩૧ મે ૨૦૨૬
        પરીક્ષાનો સંભવિત મહિનો: જૂન/જુલાઈ ૨૦૨૬
        અરજી કરવાનું માધ્યમ: ઉમેદવારોએ www.gujaratmetrorail.com વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

૨. પોસ્ટ અને ખાલી જગ્યાઓની વિગતો

        આ ભરતીમાં મુખ્યત્વે ત્રણ કેટેગરીમાં જગ્યાઓ છે:
        સ્ટેશન કંટ્રોલર / ટ્રેન ઓપરેટર (SC/TO): ૮૯ જગ્યાઓ
        જુનિયર એન્જિનિયર (JE):
                    ઈલેક્ટ્રિકલ: ૪ જગ્યાઓ.
                    ઈલેક્ટ્રોનિક્સ: ૩૮ જગ્યાઓ
        મેન્ટેનર (Maintainer):
                    ફિટર (Fitter): ૨૨ જગ્યાઓ
                    ઈલેક્ટ્રિકલ: ૧૨૯ જગ્યાઓ
                    ઈલેક્ટ્રોનિક્સ: ૧૦૧ જગ્યાઓ

૩. શૈક્ષણિક લાયકાત (Educational Qualification)

        સ્ટેશન કંટ્રોલર/ટ્રેન ઓપરેટર (SC/TO): માન્ય સંસ્થામાંથી મિકેનિકલ / ઈલેક્ટ્રિકલ / કોમ્પ્યુટર એન્જિનિયરિંગ / ઈલેક્ટ્રોનિક્સ / ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન બ્રાન્ચમાં ડિપ્લોમા પાસ કરેલું હોવું જોઈએ
        જુનિયર એન્જિનિયર (JE): સંબંધિત બ્રાન્ચ (ઈલેક્ટ્રિકલ અથવા ઈલેક્ટ્રોનિક્સ / ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન) માં ડિપ્લોમા પાસ કરેલું હોવું જોઈએ
        મેન્ટેનર: SSLC (ધોરણ-૧૦) પાસ અને સંબંધિત ટ્રેડ (ફિટર / ઇલેક્ટ્રિશિયન / ઈલેક્ટ્રોનિક્સ) માં બે વર્ષનો ITI કોર્સ પાસ કરેલો હોવો જોઈએ
(નોંધ: ફાઇનલ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકે છે, પરંતુ ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે તેમણે અસલ માર્કશીટ રજૂ કરવી પડશે.)

૪. વયમર્યાદા (Age Limit)

        SC/TO અને JE માટે: ૧૮ થી ૨૮ વર્ષ.
        મેન્ટેનર માટે: ૧૮ થી ૨૫ વર્ષ.
        અનામત કેટેગરીના ઉમેદવારો અને મહિલાઓને ઉપલી વયમર્યાદામાં ૫ થી ૧૦ વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે.

૫. પગારધોરણ અને બોન્ડ (Salary & Bond)

        સ્ટેશન કંટ્રોલર અને જુનિયર એન્જિનિયર:
                    તાલીમ દરમિયાન દર મહિને રૂ. ૧૮,૦૦૦/- સ્ટાઈપેન્ડ મળશે
                    તાલીમ પૂર્ણ થયા બાદ કોન્સોલિડેટેડ પગાર રૂ. ૨૦,૦૦૦/- પ્રતિમાસ રહેશે.
                    શ્યોરિટી બોન્ડ: રૂ. ૨,૫૦,૦૦૦/- (ત્રણ વર્ષ માટે).
        મેન્ટેનર :
                    તાલીમ દરમિયાન દર મહિને રૂ. ૧૪,૦૦૦/- સ્ટાઈપેન્ડ મળશે.
                    તાલીમ પૂર્ણ થયા બાદ કોન્સોલિડેટેડ પગાર રૂ. ૧૬,૦૦૦/- પ્રતિમાસ રહેશે.
                    શ્યોરિટી બોન્ડ: રૂ. ૧,૨૫,૦૦૦/- (ત્રણ વર્ષ માટે).

૬. પરીક્ષા ફી (Application Fee)

        બિનઅનામત વર્ગના પુરુષો (General Male): રૂ. ૬૦૦/-.
        અનામત વર્ગ (SC/ST/SEBC/EWS) / તમામ મહિલાઓ / માજી સૈનિકો: રૂ. ૩૦૦/- ફી માત્ર ઓનલાઈન માધ્યમથી જ ભરવાની રહેશે.

૭. પસંદગી પ્રક્રિયા (Selection Process)

        SC/TO: લેખિત પરીક્ષા, સાયકો એપ્ટિટ્યુડ ટેસ્ટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ટેસ્ટ
        JE અને મેન્ટેનર: લેખિત પરીક્ષા, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ટેસ્ટ
        લેખિત પરીક્ષા OMR (MCQ) પદ્ધતિની, અંગ્રેજી ભાષામાં લેવાશે. તેમાં ગુજરાતી ભાષાનું પેપર ક્વોલિફાઇંગ પ્રકૃતિનું હશે. દરેક ખોટા જવાબ માટે ૦.૨૫ માર્કસ કપાશે.

૮. ઓફિશિયલ નોટિફિકેશન અને અરજી લિંક

        [GMRCL ગુજરાત મેટ્રો ભરતી ની ઓફિશિયલ PDF ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો]
        [GMRCL વેબસાઈટ પર ઓનલાઇન અરજી કરવા માટે અહીં ક્લિક કરો]
        [    રોજ નવા પેપર્સ અને મટીરીયલ મેળવવા અમારી WhatsApp ચેનલમાં જોડાઈ જાઓ.]

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો