નમસ્કાર મિત્રો, યોજના ગુજરાત પર તમારું સ્વાગત છે.
રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા વિવિધ સંવર્ગની ખાલી જગ્યાઓ ભરવા માટે ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ (Special Recruitment Drive) ની શાનદાર જાહેરાત કરવામાં આવી છે. સરકારી નોકરીની તૈયારી કરતા દિવ્યાંગ ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે.
આ ભરતી માટેની શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગારધોરણ અને ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખો સહિતની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.
૧. ભરતીની અગત્યની માહિતી અને તારીખો
- સંસ્થાનું નામ: રાજકોટ મહાનગરપાલિકા (RMC).
- ભરતીનો પ્રકાર: દિવ્યાંગ વ્યક્તિઓ માટે ખાસ ભરતી ઝુંબેશ.
- કુલ જગ્યાઓ: ૪૧ જગ્યાઓ.
- ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: ૦૮/૦૩/૨૦૨૬.
- અરજી કરવાની છેલ્લી તારીખ: ૨૩/૦૩/૨૦૨૬ (રાત્રે ૨૩:૫૯ કલાક સુધી).
- ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ: ૨૩/૦૩/૨૦૨૬ (રાત્રે ૨૩:૫૯ કલાક સુધી).
- અરજી કરવાનું માધ્યમ: ઉમેદવારોએ www.rmc.gov.in પર માત્ર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
૨. પોસ્ટ મુજબ ખાલી જગ્યાઓની વિગત
કુલ ૪૧ જગ્યાઓ વિવિધ ૧૯ કેટેગરીમાં વહેંચાયેલી છે, જે પૈકી મુખ્ય પોસ્ટ નીચે મુજબ છે:
- જુનિયર ક્લાર્ક: ૧૨ જગ્યાઓ
- સેનેટરી સબ ઇન્સ્પેકટર: ૦૪ જગ્યાઓ
- ફિલ્ડ વર્કર: ૦૪ જગ્યાઓ
- આસીસ્ટન્ટ એન્જીનીયર (સિવીલ): ૦૩ જગ્યાઓ
- વર્ક આસીસ્ટન્ટ (ઈલેક્ટ્રીકલ): ૦૨ જગ્યાઓ
- લાઈનમેન: ૦૨ જગ્યાઓ
- એન્કોચમેન્ટ રિમુવલ ઇન્સ્પેકટર: ૦૨ જગ્યાઓ
- અન્ય (મેડીકલ ઓફિસર, જુનિયર ફાર્માસિસ્ટ, એકાઉન્ટ ક્લાર્ક વગેરે): દરેકની ૧-૧ જગ્યા
૩. શૈક્ષણિક લાયકાત
દરેક પોસ્ટ માટે લાયકાત અલગ-અલગ છે, અમુક મુખ્ય પોસ્ટની લાયકાત નીચે મુજબ છે:
- જુનિયર ક્લાર્ક: માન્ય યુનિવર્સિટીના કોઈપણ વિધાશાખામાં સ્નાતક (ગ્રેજ્યુએટ) અને કોમ્પ્યુટર (CCC) પાસ.
- સેનેટરી સબ ઇન્સ્પેકટર: યુ.જી.સી. માન્ય યુનિ.ના સ્નાતક અને એસ.આઈ. (SI) કોર્ષ પાસ.
- ફિલ્ડ વર્કર: એસ.એસ.સી. (S.S.C.) પાસ અને સેનેટરી ઇન્સ્પેકટર કોર્ષ પાસ અથવા ITI માંથી એચ.એસ.આઈ. (H.S.I.) ટ્રેડ પાસ.
- લાયકાતની ખાસ નોંધ: આ ભરતી માટે ઉમેદવારની દિવ્યાંગતા ૪૦% કે તેથી વધુ હોવી ફરજિયાત છે. ઉમેદવાર ગુજરાત રાજ્યના વતની અને ડોમીસાઈલ હોવા જોઈએ.
૪. વયમર્યાદા (Age Limit)
- ઉંમરની ગણતરી અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ ૨૩/૦૩/૨૦૨૬ ના રોજ કરવામાં આવશે.
- ઉમેદવારની ઉંમર લઘુતમ વયથી ઓછી ન હોવી જોઈએ અને વધુમાં વધુ ૪૫ વર્ષ કરતા વધારે ન હોવી જોઇએ.
- જાહેરાતમાં દર્શાવેલ ઉપલી વયમર્યાદામાં દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોને ૧૦(દસ) વર્ષની (વધુમાં વધુ ૪૫ વર્ષની મર્યાદામાં) છૂટછાટ મળવાપાત્ર છે.
૫. પગારધોરણ (Salary)
- જુનિયર ક્લાર્ક, સેનેટરી સબ ઇન્સ્પેકટર, એકાઉન્ટ ક્લાર્ક: પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ. ૨૬,૦૦૦/-.
- ફિલ્ડ વર્કર: પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ.૨૧,૧૦૦/-
- મેડીકલ ઓફિસર: પ્રથમ ત્રણ વર્ષ માટે ફિક્સ પગાર રૂ. ૬૪,૭૦૦/-.
- પાંચ વર્ષની સંતોષકારક સેવા બાદ સાતમાં પગાર પંચ મુજબ નિયમિત નિમણૂક અંગે વિચારણા કરવામાં આવશે.
૬. પરીક્ષા ફી
- દિવ્યાંગ ઉમેદવારોએ અરજી ફી પેટે રૂ. ૨૫૦/- ભરવાના રહેશે.
- આ ફી માત્ર અને માત્ર ઓનલાઈન/નેટ બેન્કિંગથી જ સ્વીકારવામાં આવશે. ફી ભર્યા બાદ રીફંડ આપવામાં આવશે નહિ.
૭. ઓફિશિયલ નોટિફિકેશન અને અરજી લિંક
અરજી કરતા પહેલા ઉમેદવારોએ સત્તાવાર જાહેરાત (એનેક્ષર-એ) ધ્યાનથી વાંચી લેવી હિતાવહ છે.
- ઓફિશિયલ PDF નોટિફિકેશન ડાઉનલોડ કરવા: [અહી ક્લિક કરો]
- RMC ની વેબસાઈટ પર ઓનલાઇન અરજી કરવા માટે: [અહી ક્લિક કરો]

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો