નમસ્કાર મિત્રો, યોજના ગુજરાત પર તમારું સ્વાગત છે.
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા ગુજરાત સરકારના નાણા વિભાગ હસ્તકની હિસાબી અધિકારી (Accounts Officer), વર્ગ-૨ ની સીધી ભરતી માટેની સત્તાવાર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. કોમર્સ અને ફાઇનાન્સ બેકગ્રાઉન્ડ ધરાવતા ઉમેદવારો માટે વર્ગ-૨ ના અધિકારી બનવાની આ એક ઉત્તમ તક છે.
આ ભરતી માટેની શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પરીક્ષા પદ્ધતિ અને ફોર્મ ભરવાની તારીખો સહિતની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.
૧. ભરતીની અગત્યની માહિતી અને તારીખો
- જાહેરાત ક્રમાંક: ૦૬/૨૦૨૬-૨૭
- પોસ્ટનું નામ: હિસાબી અધિકારી (Accounts Officer), વર્ગ-૨
- કુલ જગ્યાઓ: ૨૦ જગ્યાઓ
- ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: ૦૭/૦૪/૨૦૨૬ (બપોરે ૧૩:૦૦ કલાકથી)
- અરજી કરવાની છેલ્લી તારીખ: ૨૧/૦૪/૨૦૨૬ (રાત્રે ૧૧:૫૯ કલાક સુધી)
- અરજી કરવાનું માધ્યમ: ઉમેદવારોએ GPSC-OJAS વેબસાઈટ (gpsc-ojas.gujarat.gov.in) મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
૨. શૈક્ષણિક લાયકાત (Educational Qualification)
- ઉમેદવાર માન્ય યુનિવર્સિટીમાંથી B.Com (બેચલર ઓફ કોમર્સ) ની ડીગ્રી ધરાવતો હોવો જોઈએ.
- અથવા ઉમેદવારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) / કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ (CMA/ICWA) / કંપની સેક્રેટરી (CS) પાસ કરેલ હોવું જોઈએ.
- ઉમેદવાર પાસે કોમ્પ્યુટરના ઉપયોગ અંગેનું પાયાનું જ્ઞાન હોવું જરૂરી છે.
- ગુજરાતી અથવા હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ.
૩. વયમર્યાદા (Age Limit)
- અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી ૨૦ વર્ષ અને વધુમાં વધુ ૩૭ વર્ષ હોવી જોઈએ.
- અનામત કેટેગરીના ઉમેદવારો (SC/ST/SEBC/EWS) ને ઉપલી વયમર્યાદામાં ૫ વર્ષની છૂટછાટ મળશે.
- મહિલા ઉમેદવારોને અને દિવ્યાંગ ઉમેદવારોને પણ નિયમોનુસાર મહત્તમ ૪૫ વર્ષની મર્યાદામાં વય છૂટછાટ મળવાપાત્ર રહેશે.
૪. પગારધોરણ (Salary)
- પસંદગી પામનાર ઉમેદવારને સાતમા પગાર પંચ મુજબ પે-મેટ્રીક્સ લેવલ-૦૮ માં રૂ. ૪૪,૯૦૦/- થી રૂ. ૧,૪૨,૪૦૦/- ના સ્કેલમાં આકર્ષક પગાર અને અન્ય સરકારી ભથ્થાઓ સાથે નિમણૂક આપવામાં આવશે.
૫. પરીક્ષા ફી (Application Fee)
- બિન-અનામત વર્ગ (General): રૂ. ૧૦૦/- (+ પોસ્ટલ/બેંક ચાર્જ).
- અનામત વર્ગ (SC, ST, SEBC, EWS, દિવ્યાંગ, માજી સૈનિક): કોઈ ફી ભરવાની નથી (નિઃશુલ્ક).
૬. પરીક્ષા પદ્ધતિ અને અગત્યની તારીખો (Exam Pattern & Dates)
- આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી માટે સ્પર્ધાત્મક પરીક્ષા યોજવામાં આવશે. પસંદગી પ્રક્રિયા ત્રણ તબક્કામાં થશે: પ્રિલિમ્સ (MCQ), મેઈન્સ (લેખિત) અને રૂબરૂ મુલાકાત (ઈન્ટરવ્યુ).
- પ્રાથમિક પરીક્ષા (Prelims): * પેપર-૧ (સામાન્ય અભ્યાસ): ૨૦૦ ગુણ, ૦૭/૦૬/૨૦૨૬ ના રોજ લેવાશે.
- પેપર-૨ (વિષયવસ્તુ - એકાઉન્ટિંગ/ઓડિટિંગ): ૨૦૦ ગુણ, ૨૮/૦૬/૨૦૨૬ ના રોજ લેવાશે.
- મુખ્ય પરીક્ષા (Mains): કુલ ૯૦૦ ગુણની વર્ણનાત્મક લેખિત પરીક્ષા ડિસેમ્બર ૨૦૨૬ માં લેવાશે.
- ઇન્ટરવ્યુ (Viva Voce): ૧૦૦ ગુણ.
- ફાઈનલ મેરીટ મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યુના ગુણ (કુલ ૧૦૦૦ ગુણ) માંથી બનશે.
૭. ઓફિશિયલ નોટિફિકેશન અને અરજી લિંક
- જાહેરાતની સંપૂર્ણ વિગતો આયોગની વેબસાઇટ પર વંચાણે લઇને જ ઉમેદવારે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- GPSC હિસાબી અધિકારી (વર્ગ-૨) ની ઓફિશિયલ PDF ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
- GPSC-OJAS વેબસાઈટ પર ઓનલાઇન અરજી કરવા માટે અહીં ક્લિક કરો
રોજ નવા પેપર્સ અને મટીરીયલ મેળવવા અમારી WhatsApp ચેનલમાં જોડાઈ જાઓ.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો