નમસ્કાર મિત્રો, યોજના ગુજરાત પર તમારું સ્વાગત છે.
સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા 'પ્લાનીંગ આસીસ્ટન્ટ' ની ૮૮ ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. સિવિલ એન્જિનિયરિંગ અને આર્કિટેક્ચર ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા ઉમેદવારો માટે આ એક ખૂબ જ સરસ તક છે.
આ ભરતી માટેની શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગારધોરણ અને ફોર્મ ભરવાની તારીખો સહિતની સંપૂર્ણ માહિતી સ્ટેપ-બાય-સ્ટેપ નીચે મુજબ છે.
૧. ભરતીની અગત્યની માહિતી અને તારીખો
પોસ્ટનું નામ: પ્લાનીંગ આસીસ્ટન્ટ (Planning Assistant).
કુલ જગ્યાઓ: ૮૮ જગ્યાઓ (જેમાંથી ૦૩ જગ્યાઓ દિવ્યાંગજન માટે અનામત છે).
ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: ૦૧/૦૪/૨૦૨૬ (સવારે ૧૧:૦૦ કલાકથી).
અરજી કરવાની છેલ્લી તારીખ: ૧૫/૦૪/૨૦૨૬ (રાત્રે ૧૧:૦૦ કલાક સુધી).
અરજી કરવાનું માધ્યમ: ઉમેદવારોએ https://www.suratmunicipal.gov.in વેબસાઈટ ઉપર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે.
૨. કેટેગરી મુજબ ખાલી જગ્યાઓની વિગત
કુલ ૮૮ જગ્યાઓ નીચે મુજબ વિવિધ કેટેગરીમાં વહેંચાયેલી છે
બિન અનામત (General): કુલ ૩૪ જગ્યાઓ (જેમાં ૧૧ મહિલાઓ માટે)
સા.શૈ.પ.વ. (SEBC/OBC): કુલ ૨૬ જગ્યાઓ (જેમાં ૮ મહિલાઓ માટે)
અનુસૂચિત જનજાતિ (ST): કુલ ૦૮ જગ્યાઓ (મહિલાઓ માટે ૦)
અનુસૂચિત જાતિ (SC): કુલ ૦૨ જગ્યાઓ (મહિલાઓ માટે ૦)
આર્થિક નબળા વર્ગ (EWS): કુલ ૦૯ જગ્યાઓ (જેમાં ૩ મહિલાઓ માટે)
૩. શૈક્ષણિક લાયકાત (Educational Qualification)
ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી M.Arch. / M.E.(Civil) / B.Arch. / B.E.(Civil) પાસ કરેલું હોવું જોઈએ.
અને તેની સાથે City Planning / Town Planning / Regional Planning માં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી કે ડિપ્લોમા કરેલો હોવો જોઈએ અથવા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટાઉન પ્લાનર્સની મેમ્બરશિપ પાસ કરેલી હોવી જોઈએ.
ઉમેદવાર પાસે કોમ્પ્યુટરના ઉપયોગ અંગેનું પાયાનું જ્ઞાન (CCC લેવલ) હોવું જરૂરી છે.
ગુજરાતી અથવા હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ.
૪. વયમર્યાદા (Age Limit)
૧૫/૦૪/૨૦૨૬ ના રોજ ઉમેદવારની ઉંમર ૩૫ વર્ષથી વધુ ન હોવી જોઈએ.
અનામત વર્ગના ઉમેદવારોને સરકારના નિયમોનુસાર વયમર્યાદામાં છૂટછાટ મળશે.
ઉંમરમાં છૂટછાટ મળ્યા બાદ પણ મહત્તમ ઉંમર ૪૫ વર્ષથી વધવી જોઈએ નહીં.
૫. પગારધોરણ (Salary)
પસંદગી પામનાર ઉમેદવારને પ્રથમ ત્રણ વર્ષ માટે તાલીમ ભથ્થા રૂપે પ્રતિમાસ રૂ. ૧૭,૫૦૦/- નો ફિક્સ પગાર આપવામાં આવશે.
ત્રણ વર્ષની સેવા બાદ નિયમોનુસાર પે-મેટ્રીક્સ લેવલ-૬ (રૂ. ૩૫,૪૦૦ થી રૂ. ૧,૧૨,૪૦૦) ના પગારધોરણમાં નિમણૂક આપવામાં આવશે.
૬. પરીક્ષા ફી (Application Fee)
બિન-અનામત વર્ગ (General): રૂ. ૫૦૦/-
અનામત વર્ગ અને તમામ મહિલાઓ: રૂ. ૪૦૦/- (SC, ST, SEBC, EWS, દિવ્યાંગજન)
આ ફી માત્ર ઓનલાઈન માધ્યમથી ભરવાની રહેશે અને તે નોન-રિફંડેબલ (પરત ન મળે તેવી) છે
૭. પસંદગી પ્રક્રિયા (Selection Process)
લાયકાત અને અનુભવના આધારે એપોઈન્ટમેન્ટ ઓથોરિટી દ્વારા લેખિત પરીક્ષા, પ્રેક્ટીકલ પરીક્ષા અથવા મૌખિક ઈન્ટરવ્યુ લેવામાં આવશે.
૮. ઓફિશિયલ નોટિફિકેશન અને અરજી લિંક
[SMC પ્લાનીંગ આસીસ્ટન્ટ ની ઓફિશિયલ PDF ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો]રોજ નવા પેપર્સ અને મટીરીયલ મેળવવા અમારી WhatsApp ચેનલમાં જોડાઈ જાઓ.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો